કોરોના વાઇરસની મહામારી નાં લોકડાવુન સમયમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ

            સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું    માનવ  અધિકાર કાયદા ભવન દ્વારા હંમેશા જરુરીયાત વારા ગરીબ માણસોને મદદરૂપ થવા વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતું આવ્યું છે. ભવનનાં અધ્યક્ષ શ્રી  ડો. રાજુભાઇ દવે સાહેબ તેમજ  અધ્યાપક શ્રી ડો. ભગીરથસિંહ માંજરીયા સાહેબ ની આગેવાની અને માર્ગદર્શન હેઠળ  વિદ્યાર્થીઓ દ્વારા  ઝુંપડી પટ્ટી વિસ્તારમાં બાળકોને ચિજ વસ્તુઓની કિટનું  વિત્રણ કરવું, બાળકો નાં અભ્યાસ અંગે માર્ગદર્શન આપવું વિગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ભવનનાં અધ્યક્ષ શ્રી ડો. રાજુભાઇ દવે સાહેબ નો  સદાય બીજાને મદદરૂપ થવાનો હેતાળ સ્વભાવ અને ભવન નુ સકારાત્મક વાતાવરણ વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની સંવેદના જાગૃત કરવાનું  કાર્ય કરે છે.

             માનવ અધિકાર કાયદા ભવનમાં LL.M (HR & IHL) અભ્યાસ કરતાં વિદ્યાર્થીની શ્રી મીનલબેન ગોહેલનું રાજકોટ શહેરમાં  સામાજિક પ્રવૃત્તિ ક્ષેત્રે  વિખ્યાત નામ છે. જેવો રાજકોટ પોલીસ સાથે મળીને શ્રમિક વિસ્તારનાં બોળકોને પ્રાથમિક શિક્ષણ આપવું, ગુણવંતાયુક્ત નાસ્તો આપવો વગેરે સેવાકીય કાર્ય કરે છે. મીનલબેન ગોહેલે કોરોના વાઇરસ ની મહામારી નાં લોકડાવુન સમયમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને ખુબજ ઉમદા કાર્યો કર્યા છે, જેમાં રાજકોટ શહેરમાં કોરોના વાઇરસ ફેલાવતા રોકવાની ખડે પગે ઉભીને ફરજ બજાવતા ૧૦૦૦ પોલીસ જવાનોની ચિંતા કરીને શહેરનાં વિવિધ વિસ્તારમાં જયને રોજનાં 3000 ORS કેનનુ વિત્રણ કરવાનું આયોજન કરેલ, રોજે રોજનુ કમાયને જીવન ગુજારતા લોકોની જાણ મેળવીને શહેરનાં અનેક વિસ્તારમાં જયને  રાશનની કિટનુ વિત્રણ કરેલ, શ્રમીક વિસ્તારના બાળકોને કિટનુ વિત્રણ કરેલ, સતત ગરમીમાં  રહીને ફરજ બજાવતા પોલીસ જવાનોને ગરમીથી બસવા માટે  ટોપીઓનું વિત્રણ કરેલ, પરપ્રાંતીય શ્રમિકો ની યાદી તૈયાર કરવામાં મદદરૂપ થયેલનિરાધાર ઘાયલ વ્યક્તિને મદદરૂપ થતી સંસ્થાનો સહારો આપવો, આવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી જેને ધ્યાનમાં લયને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતી શ્રી ડો. નીતીનભાઈ પેથાણી સાહેબ અને ઉપ કુલપતિ શ્રી ડો. વિજયભાઈ દેસાણી સાહેબ તેમજ ભવનનાં અધ્યક્ષ શ્રી ડો. રાજુભાઇ દવે સાહેબે  રુબરુ બોલાવીને મુલાકાત કરીને  મીનલબેન ગોહેલની પ્રવૃત્તિઓ બીરદાવેલ તેમજ અભિનંદન અને શુભેચ્છાઓ  આપીને કહેલ યુનિવર્સિટી હંમેશા આપની સાથે છે કાય જરુરીયાત હોય તો કહેજો.

              માનવ અધિકાર કાયદા ભવનનાં પરિવાર દ્વારા લોકોની સંવેદના મહેસુસ કરીને સદાય મદદરૂપ થવા તત્પર રહે છેલોકડાવુન નાં સમયમાં થેલેસેમિયા વાળા બાળકો માટે ભવનનાં  અધ્યક્ષ શ્રી રાજુભાઇ  દવે સાહેબ દ્વારા જુદી જુદી બે જગ્યાએ રક્ત દાન કેમ્પનું  આયોજન કરવામાં આવેલ તેમાં ભવનનાં અધ્યક્ષ શ્રી ડો. રાજુભાઇ દવે સાહેબ ઉપરાંત અનેક વ્યક્તિઓએ ભાગ લીધો હતો તે ઉપરાંત મીનલબેન ગોહેલ દ્રારા ORS કેનના વિત્રણ આયોજનમાં ભવનનાં અધ્યક્ષ શ્રી  ડો  રાજુભાઇ દવે સાહેબે રૂ 15000 રકમ ની આર્થિક સહાય આપવામાં આવેલ.

 

 


Published by: Department of Human Rights & IHL

01-04-2020